"બુરા ન માનો હોલી હૈ"ના નામે જાપાનની યુવતી સાથે સરાજાહેર છેડતી બાદ એકશનમાં આવી દિલ્હી પોલીસ, 3ની કરી અટકાયત

  • March 11, 2023 08:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



View this post on Instagram

A post shared by Aajkaal (@aajkaaldaily)

હોળીના અવસર પર સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયોમાં કલર લગાવવાના બહાને મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. દિલ્હીનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક છોકરાઓ એક જાપાની છોકરી સાથે ગેરવર્તન કરતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હીને આ મામલે કાર્યવાહી કરવા કહ્યું છે.

દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે હોળીના અવસર પર જાપાની યુવતીની છેડતી પર પ્રતિક્રિયા આપી હતી. માલીવાલે દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને DCWને આ વીડિયોની તપાસ કરવા અને ગુનેગારોની ધરપકડ કરવા જણાવ્યું છે. સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું કે આ તદ્દન શરમજનક વર્તન છે.
​​​​​​​

આ વાયરલ વીડિયો જાપાની યુવતીએ પોતે શેર કર્યો હતો અને બાદમાં તેણે તેને ડિલીટ કરી દીધો હતો. પરંતુ હવે ઘણા લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે. જાપાની યુવતીનો આ વીડિયો રાજધાની દિલ્હીના પહાડગંજનો જણાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ છોકરી જાપાનથી પહેલીવાર હોળી રમવા માટે ભારતમાં આવી હતી, પરંતુ છોકરાઓએ તેની છેડતી કરી હતી. વાયરલ વીડિયોમાં એક છોકરો છોકરીને ખરાબ રીતે પકડીને તેના બંને ગાલ પર રંગ લગાવતો જોવા મળી રહ્યો છે. ત્યારે તેની બાજુમાં ઉભેલો છોકરો તેના માથા પર ઈંડું મારે છે. પછી બીજો છોકરો આવે છે અને તે છોકરીને પકડી લે છે અને તેના ચહેરા પર જબરદસ્તીથી રંગ લગાવી રહ્યો છે. આ દરમિયાન, છોકરી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કરે છે અને રંગ લગાવવાની ના પાડતી રહે છે. ત્યારે એક છોકરો જોરથી હેપ્પી હોળી કહેતા તેને ખરાબ રીતે સ્પર્શ કરે છે, તો ગુસ્સે થયેલી છોકરી તેને થપ્પડ મારીને તેને અલગ કરી દે છે.

આ મામલે દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે હોળીની ઉજવણી દરમિયાન એક જાપાની યુવતીનો કેટલાક આવારાતાત્વો  દ્વારા કથિત રીતે હેરાન કરવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોની નોંધ લેવામાં આવી છે. હવે આ મામલે પોલીસ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. આ કેસમાં ત્રણ છોકરાઓને પકડીને પૂછપરછ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application